બાર્ટન પુસ્તકાલયનો ઈતિહાસ


લાઈબ્રેરીનો ઈતિહાસ ભાગ્યે જ લખાય છે. આપણા દેશમાં લાઈબ્રેરીઓ વિશે એકસો ઉપર લેખો અને મોનોગ્રાફ લખાયા છે, પણ એ મળવા દુર્લભ છે.

ભાવનગરની વાંચન ભૂખ સંતોષવા સ્વર્ગસ્થ દિવાન ગૌરીશંકર ઓઝાએ શ્રી છગનભાઈ દેસાઈ પુસ્તકાલયની સ્થાપના ઈ.સ. ૧૮૬૦માં કરવામાં આવી હતી. બાર્ટન લાઈબ્રેરી આ નાની શરૂઆતનું મોટું વટવૃક્ષ છે.

ભાવનગરની બાર્ટન લાઈબ્રેરીની વય કેટલી ? ૧૨૫ વર્ષ કે ૧૫૦ વર્ષ ?

બીજો આંકડો જ સાચો ૧૫૦ વર્ષ. ૩૦ ડિસેમ્બર ઈ. સ. ૧૮૮૨ એ તેનો સ્થાપના દિવસ ગણાય છે.

ઈ.સ. ૧૮૮૨ની ૩૦મી ડિસેમ્બરે ઉદ્ઘઘાટક મહારાજા તખ્તસિંહજી દ્વારા તે સમયના ભાવનગર રજવાડાના અંગ્રેજી પોલીટીકલ એજન્ટ કર્નલ એલ.સી. બાર્ટન ના નામે આ પુસ્તકાલય નામકરણ પામ્યું હતું.

આ મોટી સંસ્થા છગન પ્રસાદ દેસાઇ લાઇબ્રેરી સાથે નજીકથી સંકળાયેલી છે અને ગુજરાતના સાંસ્કૃતિક નકશા પર વિશેષ દરજ્જો ધરાવે છે.

શિક્ષણવિદો, સંશોધનકારો અને બૌદ્ધિક લોકો આ સંસ્થાને માહિતીનો ખજાનો માને છે.

વિવિધ વિષયોના ગુજરાતીમાં હજારો પુસ્તકો સંસ્થાના કિંમતી સંગ્રહનો ભાગ છે.

રાજ્યનો ઇતિહાસ બાર્ટન લાઇબ્રેરી વિના અધૂરો છે અને ગુજરાતમાં પુસ્તકપ્રેમીઓ આ સંસ્થાને ભારતની સર્વશ્રેષ્ઠ રૂપે ઉભરીને જોવાની રાહમાં છે.

ઈ.સ. ૧૮૮૨માં નવાપરા ખાતે કાવેરી કોર્પોરેશન નજીક હાલ જે મોટી માજીરાજ ક્ન્યશાલાનું મુખ્ય મકાન તરીકે ઓળખાય છે તે બાર્ટન લાઈબ્રેરી ત્યારે હતી. અને તેમાં મહાત્મા ગાંધીજીએ પણ નિયમિત વાચક તરીકે લાભ લીધો હતો.

બાર્ટનને સૌરાષ્ટ્રની પ્રજા માટે પ્રતિષ્ઠિત સ્વરૂપે પુન : સ્થાપિત કરવાનું ધ્યેય હજુ ઘણું દૂર છે. કારણકે આ પ્રયત્ન માટે સારા એવા ભંડોળની જરૂર છે.

બાર્ટન પુસ્તકાલયને સમૃદ્ધ કરવા અપૂરતી આર્થિક સહાય સતાવી રહી છે.

આ સંસ્થાને મળતી આર્થિક સહાય 80G હેઠળ કરમુક્ત છે, તેમજ પુસ્તકાલયને FR ACT 1976 અંતર્ગત વિદેશી સહાય માટે પણ મંજૂરી મળેલ છે.