બાર્ટન પુસ્તકાલયનો ઈતિહાસ
પુસ્તકાલયનો ઈતિહાસ ભાગ્યે જ લખાય છે. આપણા દેશમાં પુસ્તકાલયો વિશે એકસો ઉપર લેખો અને મોનોગ્રાફ લખાયા છે, પણ એ મળવા દુર્લભ છે. ભાવનગરની વાંચન ભૂખ સંતોષવા સ્વર્ગસ્થ દિવાન ગૌરીશંકર ઓઝાએ શ્રી છગનભાઈ દેસાઈ પુસ્તકાલયની સ્થાપના ઈ.સ. ૧૮૬૦માં કરી હતી. બાર્ટન પુસ્તકાલય આ નાની શરૂઆતનું મોટું વટવૃક્ષ છે.
ભાવનગરની બાર્ટન પુસ્તકાલયની વય કેટલી? ૧૨૫ વર્ષ કે ૧૫૦ વર્ષ ?બીજો આંકડો જ સાચો. ૧૫૦ વર્ષ. ૩૦ ડિસેમ્બર ઈ. સ. ૧૮૮૨ એ તેનો સ્થાપના દિવસ ગણાય છે. ઈ.સ. ૧૮૮૨ની ૩૦મી ડિસેમ્બરે ઉદ્ઘઘાટક મહારાજા તખ્તસિંહજી દ્વારા તે સમયના ભાવનગર રજવાડાના અંગ્રેજી પોલીટીકલ એજન્ટ કર્નલ એલ.સી. બાર્ટન ના નામે આ પુસ્તકાલય નામકરણ પામ્યું હતું.
આ મોટી સંસ્થા છગન પ્રસાદ દેસાઇ પુસ્તકાલય સાથે નજીકથી સંકળાયેલી છે અને ગુજરાતના સાંસ્કૃતિક નકશા પર વિશેષ દરજ્જો ધરાવે છે. શિક્ષણવિદો, સંશોધનકારો અને બૌદ્ધિક લોકો આ સંસ્થાને માહિતીનો ખજાનો માને છે. ...વધુ વાંચો