ગ્રંથાલયમાં સભ્યપદ મેળવવા માટેના નિયમો
- સામાન્ય સભ્યપદ
- સભ્યપદનો સમયગાળો એક વર્ષનો રહેશે. (એપ્રિલ થી માર્ચ, નાણાકીય વર્ષ મુજબ).
- સભ્યપદ મેળવવા માટે સૌપ્રથમ રૂ. ૫૦૦ (જેમાં ૨૦૦ રૂ. લવાજમ, ૨૦૦ રૂ. ડીપોઝીટ(પરત મળવા પાત્ર), ૧૦૦ રૂ. પ્રવેશ ફી)ભરવાની રહેશે.
- દરેક સભ્યને એક પુસ્તક ૨૦ દિવસ માટે ઇસ્યુ થશે.
- પુસ્તક પરતમાં ૨૦ દિવસ ઉપર જાય તો દિવસદીઠ રૂ.૨ (બે) દંડ ભરવાનો રહેશે.
- એક પુસ્તક સાથે એક સામાયિક પણ ઇસ્યુ થઇ શકશે જેનો સમયગાળો ૭ દિવસનો રહેશે.
- સામાયિક પરતમાં ૭ દિવસ ઉપર જાય તો દિવસદીઠ રૂ. ૨ (બે) દંડ ભરવાનો રહેશે.
- સામાયિકનો દિવાળી અંક પણ માત્ર 7 દિવસ માટે જ ઇસ્યુ થઇ શકશે.
- સભ્યપદ ચાલુ રાખવા માટે દર વર્ષે એપ્રિલ મહિનામાં લવાજમ ભરવાનું રહેશે.
- સભ્યપદવર્ષના અંતે માત્ર ૩૧મી માર્ચ સુધીમાં જ રદ કરવી શકાશે, તે પહેલા કે પછી રદ કરાવવા માટે સૌપ્રથમ લવાજમ ભરવાનું રહેશે, ત્યારબાદ જ રદ કરાવી શકાશે.
- આજીવન સભ્યપદ
- સભ્યપદનો સમયગાળો દસ વર્ષનો રહેશે.
- સભ્યપદ મેળવવા માટે સૌપ્રથમ રૂ. ૨૫૦૦ ભરવાના રહેશે.
- દરેક સભ્યને ચાર પુસ્તક 30 દિવસ માટે ઇસ્યુ થશે.
- પુસ્તક પરતમાં 3૦ દિવસ ઉપર જાય તો દિવસદીઠ રૂ. ૨(બે) દંડ ભરવાનો રહેશે.
- પુસ્તક સાથે એક સામાયિક પણ ઇસ્યુ થઇ શકશે જેનો સમયગાળો ૭ દિવસનો રહેશે.
- સામાયિક પરતમાં ૭ દિવસ ઉપર જાય તો દિવસદીઠ રૂ. ૨(બે) દંડ ભરવાનો રહેશે.
- સામાયિકનો દિવાળી અંક પણ માત્ર 7 દિવસ માટે જ ઇસ્યુ થઇ શકશે.
- સભ્યપદ વર્ષના અંતે માત્ર માર્ચ મહિનામાં જ રદ કરાવી શકાશે, તે પહેલા કે પછી રદ કરાવવા માટે સૌપ્રથમ લવાજમ ભરવાનું રહેશે, ત્યારબાદ જ રદ કરાવી શકાશે.
ઉપરોક્ત નિયમોમાં સમયાનુસાર અને સંજોગોનુસાર ફેરફાર ટ્રસ્ટી મંડળને આધીન રહેશે.
નિયમોનું પાલન ન કરનાર સામે કર્મચારી યોગ્ય પગલા લઇ શકે છે.
ખાસ નોધ : દરેક સભ્ય એ પુસ્તક ઇસ્યુ-રીટર્ન માટે ફરજીયાત આઈ-કાર્ડ લાવવાનું રહેશે.